Sunday 17 November 2013

ડાયાબીટીસ - મધુમેહ ની જેમ જ ગેસ્ત્રોપેરેસીસ એટલે કે અમાશય નો આંશિક પક્ષાઘાત જેને કરને અન્નનળી દ્વારા અમાશય માં પહોચેલો ખોરાક આંતરડા માં પહોચવા માટે જરૂર કરતા વધુ સમય લે છે આ પ્રકાર ની તકલીફ મહાદ અંશે ટાઇપ 1 ડાયાબીટીસ માં વધુ જોવા મળે છે પરંતુ ટઈપ 2 માં પણ થઇ શકે છે . 2 પ્રકાર ના ડાયાબીટીસ માં 10 વર્ષ થઇ ગયા હોઈ છતાં પણ તે કંટ્રોલ માં ના રહેતો હોઈ ગેસ્ત્રોપેરેસીસ થવાની સંભાવના રહેલી છે 
* કારણો :
ચેતા તંત્ર માંથી નીકળતી 10 મી નસ વેગસ માં કોઈ પણ પ્રકાર નું નુકશાન થયું હોય તો આ પ્રકારની તકલીફ થાય છે .ગેસ્ત્રોપેરેસીસ ના 1/3 દર્દી ઓ માં ડાયાબીટીસ જવાબદાર છે .વેગસ નર્વ ને નુકશાન થવાથી તે અમાશય અને આંતરડા ના સ્નાયુ ઓ ના કાર્ય માં વિક્ષેપ પાડે છે અને ખોરાક જે નિયત સમયે આમાશય માં થી આંતરડા માં જવો જોઈએ તે ગતિ ધીમી પડે છે જેને કારણે લાંબા સમય સુધી આમાશય માં ખોરાક પડ્યો રહે છે , ડાયાબીટીસ સિવાય અન્ય કારણો જેવા કે વાઇરલ ઇન્ફેકશન , પેટ ની સર્જરી , એન્ટી-ડીપ્રેશન દવાઓ અને પ્રોટીન ફાઈબર નું સ્નાયુ ઓ માં જમા થવું , જેને કારણે આ રોગ થવાની સંભાવના રહેલી છે .
ડાયાબીટીસ માં ગેસ્ત્રોપેરેસીસ ના લક્ષણો :
1. છાતી માં બળતરા થવી . જુનો ખોરાક આમાશય માં લાંબા સમય સુધી પડ્યો રહેવાથી અન્નનળી માં પણ આવે છે .
2.ઉબકા આવવા 
3.ના પચેલા ખોરાક ની ઉલટી થવી 
4. બ્લડ સુગર લાંબા સમય સુધી નિયંત્રણ માં ના રહેવી 
5. જમ્યા પછી તરત જ પેટ માં ભારે પણું લાગવું 
6. ગેસ થાય 
7. અરુચિ થવી અને વજન માં ઘટાડો થાય
                જો ના પચેલો ખોરાક લાંબા સમય સુધી આમાશય માં પડ્યો રહે તો તેમાં બેક્ટેરિયા નો  વિકાસ થઇ શકે છે અને લાંબા સમય સુધી ત્યાં રહેવાથી metabolism પણ નબળું પડે છે અને તેના કારણે પણ બ્લડ સુગર વધે છે .
                      આ પ્રકાર ની તકલીફ નું નિદાન કરવા માટે આધુનિક તબીબીશાસ્ત્ર માં બેરીયમ એક્ષ રે , ગેસ્ટ્રીક મેનોમેટ્રી - જેનાથી ખોરાક કેટલા સમય આમાશય થી આંતરડા તરફ ગયો છે તેનો ખ્યાલ આવે છે , વધુ તકલીફ હોય તો endoscopy પણ કરવામાં આવે છે .
સારવાર :* ડાયાબીટીસ ની જેમ આ પણ લાંબા સમય ની વ્યાધી છે પણ તેને નિયંત્રણ માં લાવી શકાય છે 
* સૌ પ્રથમ બ્લડ સુગર વધુ હોય તો નિયંત્રણ માં લાવવી અતિ આવશ્યક છે , તેની સાથે સાથે પાચક ઔષધિઓ પણ આપી શકાય .
* 1 લીટર પાણી માં 1 ચમચી સુંઠ નાખીને ઉકાળવા દેવું જોઈએ . છ થી આઠ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળ્યા બાદ અખા દિવસ માં થોડું -થોડું પીવું જોઈએ 
* ગરુડપુરાણ માં એક અકસીર ઘર ગથ્થુ ઉપચાર છે : સુંઠ + સંચળ + હિંગ - સરખી માત્રા માં લઈને દિવસ માં એક વાર અડધી ચમચી (ત્રણે મિક્ષ ) લેવું જોઈએ 
* હળદર માં શ્રેષ્ઠ એન્ટી - ડાયાબિટીક તત્વ રહેલું છે . તેથી ધાત્રી નિશા આમળા અને હળદર નો યોગ રોજ 1 વાર લેવો જોઈએ 
* આ સિવાય ખુલી હવામાં 25-3 0 મિનીટ ચાલવું જોઈએ
આ પ્રકાર ની સમસ્યા ઓ માં શારીરિક તકલીફ જેટલી હોય છે તેટલી માનસિક પણ હોય છે, તેથી દર્દી ને બને તેટલી હુંફ આપવાના પ્રયત્નો કરવા જોઈએ , કારણ કે કેટલીક વાર માત્ર દવાઓ પુરતી નથી હોતી